Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી APMC ખાતે ખાસ ખેડૂતો માટે સેવાસેતુ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

X

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતો સાથે બેઠક યોજી તેમના પડતર પરશો અંગે ચર્ચા વિચારણા કરી.. સેવાસેતુ કાર્યક્રમ થકી સરકારની યોજનાઓનો સીધેસીધો લાભ મળી રહે અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને સ્થળ પર કોઈપણ અરજી હોય તો તેનું તાત્કાલિક અસરથી નિરાકરણ આવે તે માટે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી ખાતે ખાસ ખેડૂતો માટે સેવાસેતુ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જેમાં ઉપસ્થિત અરજદારોને સેવા સેતુ કાર્યક્રમ અંગે માહિતી આપી વધુને વધુ લાભ લેવા આહવાન કર્યુ હતું.મોટી સંખ્યામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના અરજદારો સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા . લીંબડી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી. ખેડૂતોના સિંચાઈ માટે પાણી, પાક વીમો, વળતર, વ્યાજની રકમ સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી હતી.

Next Story