Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુંના પાક પર ટ્રેક્ટર ફેરવાયું,ધરતીપુત્રોને મોટું નુકશાન

ખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું

X

સુરેન્દ્રનગર જિલ્લાનો બનાવ

સૌની યોજનાથી ખેડૂતોને મળતુ પાણી બંધ કરાયુ

પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં

જીરુંના પાક પર રોટોવેટર ફેરવાયું

જગતના તાતને મુશ્કેલી વેઠવાનો વારો

સુરેન્દ્રનગર જીલ્લામાં સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોએ જીરાના પાકમાં રોટાવેટર ફેરવ્યું હતું જેના કારણે અનેક ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ ચેકડેમ ભરવામાં આવેલ અને ખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું હતું.માટે ખેડૂતો ફકત એક વખત જ પાણી આપવા માટે રજૂઆત કરવા 19 ડિસેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડયા હતા...

અધિકારીઓએ બાયંધરી આપેલ હતી અને વાલ્વ ખોલવામાં આવેલ ત્યારે ફકત બે કલાકમાં જ કોઇ કારણસર આ વાલ્વ બંધ કરવામાં આવે તે રીતે અધિકારી ઉપર દબાણ લાવેલ હતા. અને ગાંધીનગરથી વાલ્વ બંધ કરવા રીતસર દબાણ લાવી બંધ કરાવવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.પાણી ન આપવા થી જીરુનો પાક સુકાઈ જતા જગતતાતને આંખમાં આંસુ સાથે પાક ઉપર ટ્રેકટર ફેરવવું પડ્યું હતું...

Next Story