વિશ્વ વિખ્યાત તરણેતર મેળાનો પ્રારંભ
ત્રિદિવસીય મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ
સંસ્કૃતિ,આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય
મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે
સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતરનો લોકમેળાનો આજથી પ્રારંભ શરૂ થયો છે. જે ત્રણ દિવસ સુધી ચાલશે.આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતરનો લોકમેળાનો આજથી પ્રારંભ શરૂ થયો છે.આ મેળો ત્રણ દિવસ યોજાય છે.તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કુલ 31 સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. ઉપરાંત 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે. યુવાનોને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમત-ગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે. ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી-જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરો આગવું કૌવત બતાવશે.ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમત-ગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ તરણેતર મેળા માટે પોલીસ વિભાગે વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેળામાં કુલ 2500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 8 DYSP, 51 PI અને 100થી વધુ PSIનો સમાવેશ થાય છે. મહિલા સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપતા શી-ટીમની રચના કરવામાં આવી છે. મેળા પરિસરમાં કન્ટ્રોલરૂમ સ્થાપવામાં આવ્યો છે. અને CCTV કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. મેળાનો પ્રારંભ આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેકથી કરવામાં આવ્યો હતો.