ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી
અછતનો લાભ લેવા લેભાગુ તત્વો સક્રિય
ડુપ્લીકેટ ખાતરનું થઇ રહ્યું છે વેચાણ
ડુપ્લીકેટ ખાતરથી ઉભા પાકને થાય છે નુકસાન
લાયસન્સવાળા ડીલર પાસેથી ખાતર ખરીદવા અપીલ
સુરેન્દ્રનગરમાં ખેડૂતોની મૂંઝવણમાં વધારો થયો છે,કારણ કે ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો પણ સક્રિય થયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે,જેના કારણે ખેડૂતોએ સરકારી લાયસન્સ ધરાવતા ડીલરો પાસેથી જ ખાતરની ખરીદી કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ખેડૂતોને આપવામાં આવતા ખાતરની અછત સર્જાય છે,જેનો લાભ લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે.ખેડૂતોમાં ઉઠેલી ફરિયાદ મુજબ ખાતરની અછત સામે લેભાગુ તત્વો દ્વારા ડુપ્લીકેટ ખાતર પધરાવવામાં આવી રહ્યું છે.અને આવા ખાતરના ઉપયોગથી ખેતીનો પાક નિષ્ફળ થઇ રહ્યો હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.ડુપ્લીકેટ ખાતરની ફરિયાદ ઉઠતા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવ્યા છે,અને તેઓએ ખેડૂતોને માત્ર સરકારી લાયસન્સ ધરાવતા ડીલરો પાસેથી જ ખાતરની ખરીદી કરીને પાકુ બિલ લેવા માટે અપીલ કરી છે,અને સમગ્ર બાબત અંગે જરૂરી તપાસ માટે તેઓએ આદેશ આપ્યા છે.