સુરેન્દ્રનગર : ધાંગ્રધાના આર્મી કેમ્પસમાં અમૃત મહોત્સવની ઉજવણી, ચિત્ર સ્પર્ધાનું આયોજન

192 ફિલ્ડ રેજીમેન્ટના ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધકોએ દેશભક્તિ,દેશ પ્રેમ અને આઝાદીને અનુરૂપ દેશ દાઝથી છલકતા ચિત્રો દોર્યા હતાં.

સુરેન્દ્રનગર : ધાંગ્રધાના આર્મી કેમ્પસમાં અમૃત મહોત્સવની ઉજવણી, ચિત્ર સ્પર્ધાનું આયોજન
New Update

અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થયાંના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા આર્મી કેમ્પસમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું...

ભારત દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થયાં છે ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા આર્મી કેમ્પસ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. 192 ફિલ્ડ રેજીમેન્ટના ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધકોએ દેશભક્તિ,દેશ પ્રેમ અને આઝાદીને અનુરૂપ દેશ દાઝથી છલકતા ચિત્રો દોર્યા હતાં. સૌથી સુંદર ચિત્રો બનાવનારા ર્સ્પધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા઼ હતાં. આ પ્રસંગે આર્મી વાઇવ્સ એસોસીએશનના પ્રમુખ રશ્મિ મિશ્રા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

#ConnectGujarat #DeshBhakti #Drawing competition #Azadi Ka Amrut Mahotsav #Surendranagar AMrut Mahotsav #Dhangradha Army Campus #Army Campus #192 Field Regiment
Here are a few more articles:
Read the Next Article