Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વેતન વધારા સહિત 16 જેટલી પડતર માંગણીઓ મુદ્દે આશાવર્કર બહેનોનું તંત્રને આવેદન

ગુજરાતભરમાં માનદ વેતન પર સેવા આપતા માનસ સેવકો અવારનવાર વેતન વધારો તથા પડતર માંગણીઓને સંતોષવા સરકારમાં રજૂઆત કરતા હોય છે,

X

ગુજરાતભરમાં માનદ વેતન પર સેવા આપતા માનસ સેવકો અવારનવાર વેતન વધારો તથા પડતર માંગણીઓને સંતોષવા સરકારમાં રજૂઆત કરતા હોય છે, ત્યારે ચૂંટણી આવતા રજૂઆતો તેજ બનતી હોય છે. તેવામાં આશા વર્કર ફેસીલીએટર બહેનો દ્વારા પણ વેતન વધારા સહિત વિવિધ માંગણીઓ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવતા હોય છે, ત્યારે દસાડા તાલુકાના વિવિધ PHC સેન્ટરમાં ફરજ સેવા આપતા આશાવર્કર ફેસીલીએટર બહેનો દ્વારા ગુજરાત આશા એન્ડ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ પાટડી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં વેતન વધારા, ફરજનો સમય નક્કી કરવો, ઓનલાઇન કામગીરી માટે મોબાઈલ ફાળવણી કરવા તથા કોરોના સમયમાં કરેલ કામગીરીના નાણની ચુકવણી કરવા, યુનિફોર્મ માટે નાણા આપવા સહિત વિવિધ 16 જેટલી માંગ સાથે 40થી વધુ બહેનો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story