Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : બેંકની નોકરી છોડી યુવાને પકડી સેવાની વાટ, અત્યાર સુધી 4 હજાર પશુઓના બચાવ્યાં જીવ

ધાંગ્રધાના યુવાન આશિષ ઠકકરની અનોખી કહાની, આશિષ ઠકકર પહેલાં બેંકમાં કરતાં હતાં નોકરી

X

સરકારી નોકરી છોડીને કોઇ પશુઓની સેવાનો રાહ અપનાવે તે શકય નથી પણ ધાંગ્રધાના આશિષ ઠકકરે આ અશકય વાતને શકય બનાવી છે. બેંકની સરકારી નોકરી છોડી પશુઓની સેવામાં લાગી ગયો છે. અત્યાર સુધીમાં 4 હજાર કરતાં વધારે પશુઓની સેવા કરી રહયાં છે.

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રહેતાં આશિષ ઠકકર બેંકની નોકરી છોડી છેલ્લા ચાર વર્ષમાં 4000 જેટલા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે. તેઓ સરકારી નોકરી છોડીને હાલમાં 1100 ચોરસ વાર જગ્યા ઉપર એક સારવાર કેન્દ્ર ચલાવે છે. છેલ્લા ચાર વર્ષમાં તેમણે ચાર હજાર કરતાં વધારે પશુઓની સારવાર કરી ચુકયાં છે. રાજ્યના અલગ અલગ શહેરમાં રખડતા શ્વાન અને પશુઓને વિવિધ રોગ થતા હોય છે.

જેની સારવાર માટે સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરો પણ કાર્યાન્વિત છે. ધ્રાંગધ્રામાં રહેતા અશિષ ઠકકર છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી આવા પશુઓની સારવાર કરી રહ્યા છે. આશીષભાઈ પાસે એક શ્વાન હતું. તે ઈજાગ્રસ્ત થયું હતું ત્યારે તેની સારવાર માટે તેને તકલીફ પડી હતી. અન્ય પશુઓને સારવાર માટે તકલીફ ન પડે તે માટે આશીષ ઠકકરે સારવાર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ સ્ટેટ બેંક ઇન્ડિયામાં નોકરી કરતાં હતાં પણ નોકરી ચાલુ હોય તો પશુઓની સારવાર માટેનો સમય ન મળી શકે તે માટે તેમણે નોકરી છોડી દેવાનો નિર્ણય લેવાયો હતો.

Next Story