/connect-gujarat/media/post_banners/64c4be4a2dc2d5d2ad1678dc6a2e9bedbb16ba72da96b1a238011354c0e6219e.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાટ વર્માધાર વિસ્તારની કેનાલો તંત્રએ ચોપડે દર્શાવી છે પણ રિયાલિટીમાં કેનાલો જ્યાં દર્શાવી છે ત્યાં હાલ કેનાલો જ ન હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત કચેરીએ આવેલા નાની સિંચાઇ યોજના કાર્યપાલક ઇજનેરની કચેરીએ ખેડૂતોએ ગુરૂવારે હલ્લાબોલ સાથે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ રાણીપાટ ડેમમાંથી નીકળતી સિંચાઇ માટેની કેનાલો તૂટીને નષ્ટ થઇ ગઇ છે. જે તાત્કાલીક નવી બનાવી સિંચાઇનું પાણી પહોંચાડવા માંગ કરી હતી.આ અંગે આપ અને ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવ્યું કે રાણીપાટ ડેમ જે નાની સિંચાઇની જવાબદારીમાં આવતો હોય જે ડેમમાંથી થાન તાલુકાના વરમાધાર, ઉંડવી તેમજ આગળના ગામોમાં સિંચાઇનું પાણી પહોંચાડવા માટે અઢી દાયકા પહેલા જમીન સંપાદન કરી કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી હતી જો કે ખેડૂતો માટે પાણીનો પ્રશ્ન હજુ પણ યથાવત જ છે