/connect-gujarat/media/post_banners/a6277055074b3e2880a55d621cec642a7cfa0a4ca9fa61868c5df4ce13504782.jpg)
ભાવનગરના આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા બાળકોએ દીપાવલી પર્વ નિમિતે અનોખા દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, કરોડો ભારતીવાસીઓ આ પર્વ નિમિત્તે પોતાના ઘર આંગણામાં દીપ પ્રગટાવી નવા વર્ષને આવકારતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલમાં આવેલ આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો કલાત્મક કોડિયા બનાવીને હજારો ઘરોમાં રોશની ફેલાવે છે. દિવ્યાંગ બાળકો દરરોજ 70 જેટલા દીવડા બનાવે છે અને તેમને એક દીવડા દીઠ એક રૂપિયો મજૂરી મળે છે. આ વર્ષે પણ 70,000 હજાર જેટલા દીવડા બનાવવામાં આવ્યા છે અને તેમાંથી 50,000 જેટલા દિવડાનું વેચાણ પણ થઈ ગયુ છે.