Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ભારે વરસાદના પગલે બંધ થયેલ ધ્રાંગધ્રાનો લોકમેળો વધુ એક દિવસ લંબાવાયો, લોકોમાં ખુશીનો માહોલ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના દિવસે આવેલ ભારે વરસાદના કારણે મેળામાં વેપારીઓને મોટું નુકશાન થયું હતું,

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના દિવસે આવેલ ભારે વરસાદના કારણે મેળામાં વેપારીઓને મોટું નુકશાન થયું હતું, ત્યારે આ મામલે વહીવટી તંત્ર દ્વારા મેળાને વધુ એક દિવસ વધારવાની પરવાનગી અપાતાં સ્ટોલ ધારકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હાલ સૌરાષ્ટ્રમાં લોકમેળા ચાલી રહ્યા છે, આ મેળા જે તે વિસ્તારમાં યોજાતા હોય છે. જન્માષ્ટમીના તહેવારો પર આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વર્ષોથી જન્માષ્ટમીનો ભાતીગળ મેળો યોજાય છે. જે 4 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં લોકો મોટી સંખ્યામાં આવે છે. જેમાં જન્માષ્ટમીના દિવસે મોડી સાંજે અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા રાઇડ્સ માલિકો તથા ખાણી-પાણીના સ્ટોલ ધારકોને નુકશાન થયું હતું, જ્યારે વેપારીઓ દ્વારા નગરપાલિકાના અધિકારીઓને મેળો એક દિવસ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી વેપારીઓને થયેલ નુકશાનને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા લોકમેળાને વધુ એક દિવસ વધારવાની મંજૂરી જીલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ અને પ્રાંત અધિકારીના અભિપ્રાય માટે મોકલી આપવામાં આવી હતી. જે વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં એક દિવસ વધુ ફાળવી અપાતાં વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

Next Story