/connect-gujarat/media/post_banners/0c2fe62b5ca267e528772dd7ca921e755195d9797b73ca180ad139660cc9b763.jpg)
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિ
રથના આગમન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાઈ ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા. ૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાઈ ગામ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' થકી ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેવી અલગ-અલગ 17 યોજનાઓથી રાજ્યના દરેક નાગરિકો માહિતગાર બને અને આ યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય તેવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, વઢવાણ પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.