Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ

સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે

X

સુરેન્દ્રનગર જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને નુકશાનની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે હાલ ધીમીધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લા માં ચાલુ છે ત્યારે સરલાના ખેડૂતો અને આગેવાન ગણપત પટેલ દ્વારા જણાવ્યું હતું કે ખાસ નુકસાન વરીયાળી ચણા જીરુંના પાકને થશે તો ખેડૂતોને ખાસ કવચ સાથે સહાય ચુકવવી જોઈએ.

સાથે જિલ્લા કીસાન કોંગ્રેસના રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે મોટું નુકસાન ખેડૂતોને આવશે અને માવઠાનો માર સહન કરવો પડશે.આ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવશે અને ખેડૂતોને વળતર માટે માંગ કરવામાં આવશે

Next Story