Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાંદરી ગામના ખેડૂતે કરી "ઓર્ગેનિક બોર"ની ખેતી, મેળવી મબલક આવક...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી બોરના મબલક ઉત્પાદન સાથે જ સારી આવક મેળવી રહ્યા છે

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી બોરના મબલક ઉત્પાદન સાથે જ સારી આવક મેળવી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ રોકડીયા પાક તરફ આગળ વધવા ખેડૂતે અપીલ કરી છે.

ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતાં અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડીયા પાકની ખેતી તરફ વળતા થયા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂતે પહેલા કપાસ અને જુવારની ખેતી કરતા હતા. જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો. જોકે, કપાસ-જુવારના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે કૃષિ મેળાની મુલાકાત લીધી હતી. જ્યાં કૃષિ અધિકારી પાસેથી માર્ગદર્શન મેળવી બાગાયત ખેતી તરફ આગળ વધ્યા હતા. ખેડૂતે 12 વિઘામાં ગોલા બોરનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળ્યું પણ હાલ દરરોજ 150 કિલોથી વધુ બોરનું ઉત્પાદન થાય છે. જે 40 રૂપિયે કિલો વેચાય છે અને ભાવ પણ સારા મળે છે. બોરનું ઉત્પાદન કરનાર ખેડૂત અન્ય ખેડૂતોને પણ અપીલ કરી રહ્યા છે કે, રોકડીયા પાક તરફ આગળ વધો જેમાં દાડમ, બોર અને લીંબુનું વાવેતર કરી સારી આવક મળી શકે છે.

Next Story