/connect-gujarat/media/post_banners/4ba7251918f36918c6d93cf8e83a1b2849d84f0ead8240c8a9026ad87ccd488b.jpg)
ધાંગધ્રાના રાજકમલ ચોક પાસે 15 દુકાનોમાં લાગી આગ
બનાવના પગલે ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી
ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક નજીક 15 દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મધ્યે મુખ્ય વેપારી મથક ગણાતા રાજ કમલ ચોકમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. જોકે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કારી લેતા બાજુમાં આવેલ બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી હતી.
તો બીજી તરફ, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બનાવના પગલે ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, 5 કલાકથી લાગેલી આગથી દુકાનો બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા વહેલી સવારથી પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર સ્ટાફ સહીત સમગ્ર પ્રશાસન શહેર મધ્યે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયત્નશીલ જોવા મળ્યા હતા. જોકે, વહેલી સવારે આગ લાગવાનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી હતી.