સુરેન્દ્રનગર: પાટડીમા મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચવામાં આવી,જુઓ આકાશી દ્રશ્યો

ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી થાય એ હેતુથી સુરેન્દ્રનગરના પાટડીમાં તંત્ર દ્વારા દસાડા વોટ્સ 2024 નામનો અનોખો કાર્યક્રમ યોજાયો

New Update
સુરેન્દ્રનગર: પાટડીમા મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચવામાં આવી,જુઓ આકાશી દ્રશ્યો

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાયો કાર્યક્રમ

મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન

માનવ સાંકળ રચવામાં આવી

આકાશી દ્રશ્યોએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી થાય એ હેતુથી સુરેન્દ્રનગરના પાટડીમાં તંત્ર દ્વારા દસાડા વોટ્સ 2024 નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે વિવિધ મતદાર જાગૃત્તિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિનો અનેરો કાર્યક્રમ 'DASADA VOTES 2024' કાર્યક્રમ યોજાયો હતો. પાટડી સુરજમલજી હાઇસ્કૂલના મેદાનમાં આકાશમાંથી 'DASADA VOTES 2024' વંચાય એ પ્રકારે માનવ સાંકળ રચવામાં આવી હતી. જેની ડ્રોન દ્વારા લેવાયેલા ફોટોગ્રાફસ નગરજનોમાં આકર્ષણ જગાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટે મતદાન જાગૃત્તિનો અનેરો કાર્યક્રમ 'DASADA VOTES 2024' નું આયોજન કરવા બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને ટીમ પાટડીને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં લોકો દ્વારા વધુમાં વધુ મતદાન કરીને ચૂંટણી પર્વને ઉજવવામાં આવે જેથી લોકશાહીના ચૂંટણી પર્વમાં લોકોની સહભાગિતા વધશે. 

Latest Stories