/connect-gujarat/media/post_banners/cb6f422213436e3cf37c4d690d21a84bf21e92028aeb5d5bcacf251a29c905bc.jpg)
ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની ગૌશાળાનો બનાવ
ગૌશાળામાં ઘાસના ગોડાઉનમાં લાગી અચાનક આગ
બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામ સ્થિત ગૌશાળામાં આવેલ ઘાસના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, વટેશ્વર ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મોટા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જ્યાં ગાયો સહિત અબોલ પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો બળી જતાં મોટાપાયે નુકશાની જવાની શક્યતાઓ વર્તાય રહી છે. બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ઘાસના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.