સુરેન્દ્રનગર: ITIના ઈન્સ્ટ્રક્ટરની માનવતા, કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ

કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ, બાળકોની રોજગારીની જવાબદારી પણ સ્વીકારી.

New Update
સુરેન્દ્રનગર: ITIના ઈન્સ્ટ્રક્ટરની માનવતા, કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ

સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ.માં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને ITIના વેલ્ડરટ્રેડના ઈન્સ્ટ્રક્ટર વિના મૂલ્યે શિક્ષણ આપશે તો તેમની રોજગારીની જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો, વડીલો ગુમાવ્યા છે. તેમાંય ખાસ કરીને કેટલા કે તો માતા-પિતા પણ ગુમાવતા નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લેતા બાળકોના જીવનમાં રોશનીનું એક નવું કિરણ ખીલી ઉઠશે.

એમ.પી. શાહ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર દીપક રાઠોડ દ્વારા તેમની સંસ્થામાં કોરોમાં માતાપિતા ગુમાવી દીધા છે તેવા બાળકને એકવર્ષીય કોર્ષ 2021-2022 અને બે વર્ષીય કોર્સ 2021-2023 દરમિયાન એડમિશન લેશે તેવા બાળકોને તેના મફત શિક્ષણથી માંડીને રોજગારી આપવાની જવાબદારી નિભાવવામાં આવશે.

આ અંગે જિલ્લાના લોકોને પણ અપીલ કરાઇ હતી કે તમારી આસપાસ રહેતા નિરાધાર બાળકો જણાય તો આઈટીઆઈ સુરેન્દ્રનગરનો સંપર્ક કરી તા- 3-07-2021થી 20-07-2021 સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ છે.

Latest Stories