Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: જોવાલાયક અને અદભૂત સ્થળ ઝરીયા મહાદેવ મંદિર: જ્યાં છે ત્રણ લિંગવાળું શિવલિંગ

ઝરીયા મહાદેવ મંદિરમાં છે ત્રણ લિંગવાળું શીવલિંગ, લોકવાયકા મુજબ પાંડવો પણ અહીં રહી ચુક્યા.

X

ચોટીલા પંથકની પાચાળ ભૂમીમાં અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. પંરતુ એમાં અદભૂત અને ચમત્કારી જગ્યા એટલે ઝરીયા મહાદેવ જ્યાં ત્રણ લિંગ વાળુ શીવલિંગ જોવા મળે છે. ઉપરાંત આ અદ્ભુત શિવાલયમાં 24 કલાક અને બારેમાસ શીવલિંગ પર અવીરત જળ વરસે છે જેનો આજ દિન સુધી કોઈ શોધી શક્યું નથી.

સુરેન્દ્રનગરમાં અદભૂત અને ચમત્કારી જગ્યા એટલે ઝરીયા મહાદેવ જ્યાં ત્રણ લિંગ વાળુ શીવલિંગ જોવા મળે છે. જે સુરેન્દ્રનગર જીલ્લાની એકમાત્ર જગ્યા છે જ્યાં શિવલિંગ પર 24 કલાક અને બારે માસ સતત મીઠા અમૃત જેવા પાણીનો અભીષેક થતો રહે છે. જ્યારે આજુબાજુનો વિસ્તાર પથરાવ અને ડુંગરો વાળો છે. જ્યાં 400ફુટ ઊંડા ખોદાણે માંડ માંડ પાણી મળે છે. છતાં આ જગ્યા પર ત્રણ દુષ્કાળ પડ્યાં બધી જ નદીઓના, વાવોના નીર અને તળાવ બિલકુલ સુકવી નાખેલાં છતાં અહીયાં પાણી શિવલિંગ પર અવિરત ચાલુ છે. જે ખરેખર ચમત્કાર જેવુ છે. આ પાણી ક્યાંથી આવે છે. એનું જળાભિષેકનુ મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેકવાર વૈજ્ઞાનિકો આવી ગયા. પંરતુ આજ દિન સુધી આ પાણી ક્યાંથી આવે છે એ જાણી શકાયું નથી.

વર્ષો જુના ઝરીયા મહાદેવ પર દંતકથા પણ ઉલ્લેખ છે. કહેવાય છે કે, પાંડવો આ જગ્યા પર રહી ચુક્યા છે. આ જગ્યા પર ત્રણ શિવલિંગ વાળુ લિંગ આવેલુ છે. જેના પર અવિરત પડતા જળને કારણે આ જગ્યાનું નામ ઝરીયા મહાદેવ પડયું હતુ. આ જગ્યા પર દુરદુરના લોકો દર્શને આવે છે. મુંબઇ. રાજકોટ, અમદાવાદ અને બરોડા વગેરે મોટા શહેરોના લોકો આવે છે.

પવિત્ર શ્રાવણ માસના શિવાલયો ઓમ નમોઃશિવાય નાદથી ગુંજી ઉઠવાની સાથે પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજાનો અનેરું મહત્વ હોય છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ઝરીયા મહાદેવ મંદિરે ભક્તોની અનેરી ભીડ જોવા મળી હતી. શિવભક્તોએ પુરા ભક્તિભાવ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story