Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જંકશન સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

નવા બનતા ફુટબ્રીજમાં લીફ્ટ, મુસાફરો માટે પાણીની વ્યવસ્થા સહિત સુચન કરાયા

સુરેન્દ્રનગર જંકશન સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
X

નવા બનતા ફુટબ્રીજમાં લીફ્ટ, મુસાફરો માટે પાણીની વ્યવસ્થા સહિત સુચન કરાયા

સુરેન્દ્રનગર જંકશન સલાહકાર સમિતિની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ફુટબ્રીજમાં લીફ્ટ મુકાવવી, પાણીની વ્યવસ્થા કરવી સહિત પ્રશ્ને સુચન કરાયા હતા. જ્યારે રેલ્વે તંત્રએ તેનો ન નિકાલ લાવવા જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર નવાજંકશનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સલાહકાર સમિતિની દર ત્રણ માસે બેઠક યોજાય છે. ત્યારે મંગળવારના રોજ સ્ટેશન સલાહકાર સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરાયુ હતુ. રાજકોટ ડિવિઝનના અધિકારી અસ્લમભાઇ શેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આર.એમ.એસ પાછળ બનતા રેલ્વે ફુટ ઓવરબ્રીજમાં લીફ્ટ મુકાવવી તથા સ્ટેશનના પ્લેટફોર્મ 2પર મુસાફરો માટે વોટર કુલર મુકવા સહિતના પ્રશ્ને સુચન કરાયા હતા.આ બેઠકમાં સલાહકાર સમિતિના સુમિત ઉમરાણીયા, કેયુર જોશી, કમલેશ રાવલ, ડો.નિલેશ ઠક્કર, પુર્વ સભ્ય કૃણાલ રાવલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે સ્ટેશન માસ્તર એસ.ડી.વેણ, સીએમઆઇ જણાવ્યુકે આ સુચનો રાજકોટ ઝોન અને રેલ્વે બોર્ડને મોકલાશે. આ અંગે સીએમઆઇ ભરતભાઇ સિંગલે જણાવ્યુકે આ સુચનોને રીવ્યુ થશે ઇમ્પ્લીમેન્ટ કરી રાજકોટ ડિવીઝનને મોકલવામાં આવશે તે ધ્યાને લઇ રલ્વે તંત્ર કાર્યવાહી કરશે. જ્યારે અવસાન પામેલા પુર્વ પાલિકા પ્રમુખની સલાહકાર સમિતિના લીસ્ટમાં નામ હોવા અંગે જણાવ્યુકે તેમની નિમણુંકની સત્તા ડીઆરએમ રાજકોટની હોવાથી ઝેડસીસીઆઇના પ્રતિનિધી તેમના અવસાનના ત્રણ માસ પહેલા કરી હતી.આ અંગે ઝેડસીસીઆઇમાં જાણ કરી તેમનું ડેથ સર્ટી લઇ ડીઆરએમને મોકલી આપીશુ.જ્યારે ઝેડસીસીઆઇ તેમના જે નવા પ્રતિનિધી મોકલશે તેમની તેમના સ્થાને નવા સલાહકાર તરીકે વરણી કરીશુ..

Next Story