/connect-gujarat/media/post_banners/3626c3fb82b3839f0f15b8ab0bdbb7485c03d939e39698850ff7faa21550b229.jpg)
સુરેન્દ્રનગરના ચોટીલામાં પોલીસે બાઇક ચોરીના મોય ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે અમેરીકામાં રૂ.1.50 લાખનો પગાર ધારવતો યુવાન લગ્ન કરવા માટે વતન આવ્યો હતો અને લગ્ન ન થયા બાદ ચોરીના રવાડે ચઢ્યો હતો
ચોટીલામાં રહેતા 2 મિત્રએ સુરેન્દ્રનગર સહિત રાજ્યના 8 જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી.3 આરોપી પાસેથી ચોરેલી 7.60 લાખની કિંમતની કુલ 40 બાઇક મળી હતી. મુખ્ય સૂત્રધાર અને મૂળ ચોટીલાનો વતની સિરાજ અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને રૂ.1.50 લાખનો પગાર મેળવતો. તેને પ્રેમ થતાં લગ્ન કરવા ચોટીલા આવ્યો હતો, પણ લગ્ન ન થતાં ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. બાઇકની ચોરી કરીને વેચ્યા પછી બંને મિત્રો દારૂની મહેફિલ માણતા હતા અને પૈસા ખૂટે એટલે ફરીથી બાઇકની ચોરી કરતા.પોલીસે આ મામલામાં વોચ ગોઠવી રાજકોટ-અમદાવાદ હાઇવે પર વણકી ગામના બોર્ડ પાસેથી સિરાજ, રાજુને ચોરીની બાઇક સાથે પકડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ બાઇકચોરીનાં કારસ્તાનોની વિગતો જણાવી હતી.
સાયલાના ધારાડુંગરી ખાતે રામસિંગની વાડીએ છુપાવેલી બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં 5 બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાઈક વેચવા ગ્રાહકોને કહેતા કે આ કંપનીમાંથી છૂટેલી જૂની બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે. બોલીવુડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ કાપડિયાનું મૂળ વતન ચોટીલા છે. બોલિવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરનાર ડિમ્પલ કાપડિયા વર્ષોથી મુંબઇમાં જ રહે છે. બાઇકચોરીમાં પકડાયેલો સિરાજ ઉર્ફે ચિન્ટુએ પોલીસની પૂછપરછમાં એવી વિગતો જણાવી હતી કે જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ મારા ફૂઇનાં દીકરી છે. જોકે પોલીસને આ કેસમાં ડિમ્પલની કોઇ વિગતોની જરૂર ન હોઈ, એ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.