સુરેન્દ્રનગર : સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ખાડીમાં ખાબકી, કારમાં સવાર 2 લોકોના મોત...

કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

New Update
સુરેન્દ્રનગર : સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ખાડીમાં ખાબકી, કારમાં સવાર 2 લોકોના મોત...

લીંબડી-લખતર હાઇવે પર સર્જાયો અકસ્માત

ઘાઘરેટીયા - શિયાણી માર્ગ વચ્ચેનો બનાવ

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો કાબુ

કાર ખાડીમાં ખાબકતા 2 લોકો પાણીમાં ડૂબ્યા

દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-લખતર હાઇવે પર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-લખતર હાઇવે પર ઘાઘરેટીયા-શિયાણી ગામ વચ્ચે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવ્યો હતો, આ દરમ્યાન કાર પરનો પણ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો અકસ્માતમાં 2 લોકોના મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21 લાખના સીસાની ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી

New Update
ank lcb
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના શીશાની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી  ફીર્દોશ અલી ઉર્ફે બ્લેક ટાઈગર મોહરમઅલી ખાન રહે, અંસાર માર્કેટ મદીના મસ્જીદ પાસે તા.અંકલેશ્વરમાં હાજર છે જે બાતમી આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.