Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લ્યો બોલો,પાટડી પોલીસ લાઈનમાં સીઝ કરેલા દારૂના જથ્થામાંથી ચોરી કરતા 3 પોલીસ અને જીઆરડી જવાન ઝડપાયા !

સુરેન્દ્રનગર: લ્યો બોલો,પાટડી પોલીસ લાઈનમાં સીઝ કરેલા દારૂના જથ્થામાંથી ચોરી કરતા 3 પોલીસ અને જીઆરડી જવાન ઝડપાયા !
X

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં આવેલા પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલીસ મથકમાં અત્યાર સુધી પોલીસ દ્વારા દરોડા પાડી સીઝ કરેલા વિદેશી દારૂના જથ્થાનો પોલીસ દ્વારા ગુરુવારના રોજ બુલડોઝર ફેરવી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવાની હતી. એ સમયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, ધ્રાંગધ્રા Dydp જે.ડી.પુરોહિત અને પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડાના પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફની હાજરીમા આ કાર્યવાહી હાથ ધરવાની કામગીરી શરુ થાય એ પહેલા જ પોલીસ જવાનના જ કેટલોક સ્ટાફ પોલીસની નજર ચૂકવીને દારૂનો જથ્થો સગેવગે કરતા હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર એસપી ડો.ગિરીશ પંડ્યા દ્વારા તાકીદે દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી અટકાવી પોલીસ તપાસના આદેશ કર્યા હતા.જેમાં તપાસમાં બજાણા પોલીસ મથકના ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા, ભાવેશભાઈ જયંતીલાલ રાવલ અને ગોવિંદભાઇ મયાભાઈ સહીત જીઆઈડી સભ્ય યોગેશભાઈ કાળુભાઇ મેરાણી પોલીસની નજર ચૂકવીને પાટડી પોલીસ લાઈનના કમ્પાઉન્ડમાં રાખેલા ડમ્પર તથા આઇસર ગાડીમાંથી બોટલો નંગ- 116 કિંમત રૂ.43,250, જીપ કંપાસ તથા બ્રેઝામાં બોટલો નંગ- 34 કિંમત રૂ.13,600 અને અલ્ટો ગાડીમાં બોટલો નંગ- 56 કિંમત રૂ.39,600 મળી કુલ બોટલો નંગ- 206 કિંમત રૂ. 96,300નો મુદામાલ અલગ અલગ વાહનમાં ભરી લઈ જવાની તૈયારી સાથે મળી આવતા બજાણા પોલીસ મથકના 3 પોલીસ જવાન અને જ઼ીઆરડી જવાન વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુન્હો દાખલ કરી અટક કરવામાં આવતા પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો છે.

Next Story