ઝાલાવાડના લોકમેળાની તૈયારી
જન્માષ્ટમી નિમિત્તે યોજાય છે લોકમેળો
નગરપાલિકા દ્વારા પ્લોટ માટે કરાઈ હરાજી
રાઇડસ,સ્ટોલ સહિતની હરાજીમાં થઇ બમ્પર આવક
પ્લોટની હરાજીમાં 1.62 કરોડથી વધુની થઇ આવક
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં રાઈડ્સ માટેના પ્લોટની હરાજીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. પાલિકાને પ્રથમ દિવસે જ રાઈડ્સ, ઠંડા પીણા અને રમકડાના સ્ટોલની હરાજીમાંથી 1 કરોડ 62 લાખ 48 હજારની આવક થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડના સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન 15 થી 18 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. રાઈડ્સ માટે 51 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પ્લોટોની કિંમત 5 લાખથી લઈને 15.51 લાખ સુધીની બોલી લાગી હતી.જેમાં પાલિકાને રાઈડ્સ, ઠંડા પીણા અને રમકડાના સ્ટોલની હરાજીમાંથી 1 કરોડ 62 લાખ 48 હજારની આવક થઈ હતી.
આ વર્ષે વધુ રાઈડ્સના વેપારીઓએ હરાજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. હરાજી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકાએ વધુ આવકના કારણે મેળામાં વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે.
હરાજી પ્રક્રિયા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ હિરેન કાનાબાર, કારોબારી ચેરમેન, મેળા કમિટીના ચેરમેન અને અન્ય સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા.