ચોટીલાના નાની મેલડી ગામનો બનાવ
વ્યાજ વટાવનો ધંધો કરતા શખ્સની હત્યા
ગામના કુવામાંથી મળ્યો હતો મૃતદેહ
પોલીસે યુવતી સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ
રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હોવાનું તારણ
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા આધેડ ભુપતભાઇ ખાચરનો મૃતદેહ ઠાગેશ્ર્વર માહાદેવ મંદિર પાસેના આવાવરૂ કુવામાં તરતો મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા મોલડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહોંચી મૃતદેહ બાહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં આવાવરૂ કુવા પાસેથી ઝપાઝપીના નિશાન અને લોહીના નિશાન અને એક ચપ્પલ મહિલાનું પડેલુ મળ્યુ હતુ. અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે ભુપતભાઇ ખાચર છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતા અને તે બાબતે પરિવારજનોએ પોલીસને પણ જાણ કરેલી હતી. પોલીસ તપાસ હાથ ધરતા ઝીઝડા ગામની એક 20 વર્ષીય યુવતીના સંપર્કમાં ભૂપત ખાચર હતા,અને છેલ્લે તેઓ યુવતી સાથે જોવા મળેલ હતા. તેથી પોલીસે યુવતી સહિતના આરોપીઓને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.
આ ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.અને પોલીસે ઝીંઝુડા ગામેથી 20 વર્ષીય યુવતી ધારા ગોસ્વામીને ઝડપી અને પુછપરછ હાથ ધરતા આ ભુપત ખાચરની હત્યા તેણે અને તેના બે સગીર ભાઇઓએ કરી હોવાની કબુલાત કરી હતી. અને પોલીસે યુવતીના બંને ભાઇઓને પણ ઝડપી પાડયા હતા. અને પોલીસે યુવતીની સઘન પુછપરછ હાથ ધરતા તેણે હત્યાની સમગ્ર ઘટના વર્ણાવી હતી. જેમાં તે ઘટનાની રાતના ઝીંઝુડાથી મોટરસાયકલ લઇ અને ભુપત ખાચરના ઘરે ગઈ હતી, અને મંદિર નજીક બંને અવાવરૂ જગ્યામાં ગયા હતા. ત્યાં પહેલેથી આરોપી ધારા ગોસ્વામીએ તેના બંને સગીર ભાઇઓને તૈનાત કરેલા હતા. અને મોકો મળતાં જ ભુપત ખાચર પર તીક્ષણ હથિયાર થી ઘા મારી તેમનું ઢીમ ઢાળી દિધુ હતુ અને ત્યાર બાદ મૃતદેહને ઢસડી અને મંદિર નજીક આવેલ આવાવરૂ કુવામાં નાખી અને ફરાર થયા હતા. વધુમાં ધારાએ કબુલાતએ પણ આપી હતી કે મરણ જનાર ભુપત ખાચર વ્યાજ વટાવનો ધંધો કરતા હતા. અને બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી થતી હતી.પોલીસે આરોપી ધારા ગોસ્વામી અને તેના બે નાના સગીર ભાઇઓની ધરપકડ કરી ધારા ગોસ્વામીના બે દિવસના રીમાન્ડ માંગ્યા હતા અને બંને સગીર આરોપીને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપ્યા હતા.