આરોપી પર પોલીસનું ફાયરિંગ
આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો
ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બની ઘટના
આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સ્વબચાવમાં PSIએ આરોપીને પગમાં મારી ગોળી
સુરેન્દ્રનગરમાં હિસ્ટ્રીશીટર પર પોલીસે ફાયરિંગ કર્યું હતું,પોલીસ જ્યારે આરોપીને રિકન્સ્ટ્રકશન માટે લાવી હતી ત્યારે આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો.સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી.
સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં PSI વી.એમ.કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી.
આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.પોલીસ પર હમલો થતાં PSI વી.એમ.કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી.
ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીંબડી ખાતે પોલીસ તપાસમાં આ આરોપી હિસ્ટીશીટર હોવાનો ખુલાસો થયો હતો,અને તેની સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે.