/connect-gujarat/media/post_banners/689a1090096bde282aceb476db4ec8a852254ec53831c54dd3e2cdf44f9d763b.jpg)
સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાના ઇરાદે ફરતા સાત શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ પોલીસની બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ગેંગના સાતેય શખ્સોને દબોચી લીધા હતા.
સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાના ઇરાદે ફરતા સાત શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ગઇ કાલે રાજકોટ સોની બજારમાં થયેલી ચોરીની ઘટના બાદ તપાસ દરમિયાન રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરનો વિપુલ સોની નામનો શખ્સ અન્ય તેના સાગરીતો સાથે મળી સોનાની લૂંટ કે ચોરીના બનાવને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો છે. રાજકોટ પોલીસની બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ગેંગના સાતેય શખ્સોને દબોચી લીધા.
તપાસમાં સુરેન્દ્રનગર અંબા મીકેનીક પાછળ રહેતો વિપુલ ઉર્ફે લાલો ભૂપેન્દ્ર સોની મુખ્ય સુત્રધાર હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. સુરેન્દ્રનગરના વિપુલ સોનીએ ધાડ પાડવાના ઇરાદે વેળાવદર, જુનાગઢ, અમરેલીના શખ્સો સાથે મળી પ્લાન બનાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાં આવેલી શિવાજી નામની સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગના સભ્યો પાસેથી એરગન, 4 છરી, 6 મોબાઇલ ફોન તથા ત્રણ થેલા સહીતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સાતેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.