સાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.