પાર્ટી પ્લોટ સહિત 850 સ્થળોએ યોજાશે ગરબા
નવરાત્રી તહેવાર માટે પોલીસ તંત્ર થયું સજ્જ
1200થી વધુ પોલીસકર્મી બંદોબસ્ત માટે તૈનાત
30 જેટલી શી ટીમ પણ વિશેષ ફરજ નિભાવશે
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ પણ થશે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.અને 1200થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.જ્યારે શી ટીમની પણ ગરબા દરમિયાન વિશેષ ફરજ બજાવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.અને પોલીસ બંદોબસ્તમાં 4 DySP, 15 PI, 19 PSI સહિત કુલ 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં 30 'શી-ટીમ' અને એન્ટી-રોમિયો સ્ક્વોડ કાર્યરત રહેશે. પેટ્રોલિંગ માટે 49 ફોરવ્હીલ, 40 જનરક્ષક બોલેરો અને 92 પોલીસ બાઈક તૈનાત કરવામાં આવ્યા છે.
સઘન ચેકિંગ માટે 206 બોડી વોર્ન કેમેરા અને 52 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાશે. બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને મોડિફાઈડ સાયલેન્સર સામે કડક કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત ગરબા આયોજકોને CCTV આરોગ્ય અને ફાયર સેફટીના સાધનો સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.