/connect-gujarat/media/post_banners/f191f219d285178b4cbe0f68efddc4ce49f500b41278437df7602defbf393bd9.jpg)
સુરેન્દ્રનગરના ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.
સુરેન્દ્રનગરની ચોટીલા માર્કેટીંગ યાર્ડમાં આશરે પાંત્રીસ વર્ષ સુધી બિનહરિફ રહી ચુકેલા ભરતભાઈ ભાણભાઈ ધાધાલનું થોડાં મહિનાઓ પહેલા નિધન થયું હોવાથી APMCમાં થોડા દિવસ પહેલા ડાયરેક્ટરોની ચુંટણી જાહેર થઈ હતી. તેમાં પ્રથમ વખત ભાજપે પેનલ બનાવી હતી. તેમાં આંઠ ખેડૂતોમાંથી અને ચાર વેપારી પેનલ બનાવી કુલ 14 સભ્યોની ટીમમાંમાંથી ડાયરેક્ટર તરીકે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ચોટીલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણી યોજવામાં આવી હતી. ત્યારે APMC ચેરમેન તરીકે જયરાજભાઈ ભરતભાઈ ધાધલ, વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ મનહરદાસ બિનહરીફ થતા બાપનો વારસો દિકરા જયરાજભાઈ ધાધલે નાની ઉંમરે માર્કેટીંગ યાર્ડમાં અકબંધ રાખતા માર્કેટિંગ યાર્ડમાં ભાજપના આગેવાનો સહિત કાઠીના સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા હર્ષ ભેર ફુલહાર પહેરાવી નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને સન્માનિત કરાયા હતા.