/connect-gujarat/media/post_banners/98229b15554b482b61c3904171bb12193c9c5095895c563b400cfe98e90a0944.jpg)
પાટડી તાલુકાના રણ કાંઠાનુ ગામ માલણપુર ગામના લોકો દ્વારા ખરેખર વૃક્ષોનું વાવેતર કરીને એક ઉમદા કાર્ય કરીને બીજા લોકો પણ આ કાર્ય માટે પ્રેરાય તેવું કાર્ય ગામના લોકોએ લોક ભાગીદારીમાં પરિશ્રમ કરીને પોતાના ગામમાં આવેલ નિશાળ, મંદિર, તળાવ, ચોક,આશ્રમ, કે પછી રોડ ઉપર બંન્ને બાજુ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.અને હાલમાં પર્યાવરણની જાળવણી કરવા માટે સરકાર લોકોને અપીલ કરી રહી છે. અને હાલમાં જે ગરમી પડી રહી છે. તેની સામે ટકવા માટે આપણે વૃક્ષો નું વાવેતર કરીને તેનું જતન કરી શકીએ છે જેમાં સરકાર પણ અનેકવાર જાહેરાત કરે છે. તેમજ સરકારની વિવિધ યોજનાઓ પણ છે.સુરેન્દ્રનગર જિલ્લાનું માલણપુર ગામ પાટડી તાલુકાનું છેવાડાના રણકાંઠાના ગામની વસ્તી 1200 થી વધુ છે સામે વૃક્ષોની સંખ્યા 7000 જેટલી છે.
એટલે ગામના એક વ્યક્તિ દીઠ પાંચ વૃક્ષથી વધુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો બહુ જ ઉંચો હોય છે. હાલમાં રાજ્યમાં વધુ ગરમી પડતી હોય તો સુરેન્દ્રનગર મોખરે છે. ત્યારે આવા રણકાંઠાના ગામડામાં પણ શહેર કરતા એક બે ડીગ્રી વધુ તાપમાન હોય છે. ત્યારે આ ગામના લોકોએ પોતાના ગામમાં આ રીતે વૃક્ષનું વાવેતર કરીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે.
ગામના લોકો સાથ અને જાત મહેનત કરીને વૃક્ષોનું વાવેતર કરે છે અને ગરમીમાં પણ આ વૃક્ષનો ઉછેર કરીને આજે ગામમાં કોઈ પણ જગ્યાએ વટવૃક્ષ નજરે પડે છે. આ ગામના લોકો પીપળો,લીમડો, આંબલી, નીલગીરી, જેવા વૃક્ષોનું વાવેતર કરીને લોકો પર્યાવરણને બચાવવા માટેનું કાર્ય કરી રહ્યા છે. સાથે દર વર્ષે એક હજાર વૃક્ષો નુ વાવેતર કરવામાં આવશે.તેવો સંકલ્પ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યને જોઈને આસપાસના ગામના લોકો પણ પોતાના ગામને હરિયાણું બનાવવા માટે આગળ આવ્યા છે.