Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીની સહકારી બેંકમાંથી 1.78 લાખ રૂા.ની રોકડ ભરેલી બેગની ઉઠાંતરી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સહકારી કો.ઓપરેટીવ બેંકમાંથી ગઠીયો રૂ. 1.78 લાખની રોકડ રકમ ભરેલી થેલી લઈને ફરાર થવાની ઘટના બની છે.

X

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સહકારી કો.ઓપરેટીવ બેંકમાંથી ગઠીયો રૂ. 1.78 લાખની રોકડ રકમ ભરેલી થેલી લઈને ફરાર થવાની ઘટના બની છે. તફડંચીની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં બાદ પોલીસે બાળ ગઠિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં બેંકોમાં કે બેંકો બહાર રોકડા ભરેલી થેલીઓ તફડાવીને ફરાર થઇ જતાં ગઠિયાઓનો રંજાડ વધી ગયો છે. ત્યારે આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સહકારી કો.ઓપરેટીવ બેંકમાં બની છે. બેંકમાંથી ગઠીયો રૂ. 1.78 લાખની રોકડ રકમ ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયો હતો.ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર લીંબડી તાલુકાના રોજાસર સહકારી મંડળીના મંત્રી સુખદેવસિંહ ઝાલા વસુલાતમાં આવેલી રૂ. 1,78,300ની રકમ લઇને લીંબડીની સહકારી કો.ઓપરેટિવ બેંકમાં ભરવા માટે ગયા હતા. ત્યારે તેઓ ખુરશીમાંથી ઉભા થઇને કોઇ કાગળ લેવા ગયા હતા. ત્યારે બેંકમાં હાજર એક બાળ ગઠીયો બધાની નજર ચૂકવીને પળવારમાં પૈસાની થેલી લઇને ફરાર થઇ ગયો હતો. અને આ ચોરીની આખી ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલ તો પોલીસે બાળ ગઠિયાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વધુમાં પોલીસે બેંકમાં આવતાં જતાં લોકોને અજાણ્યા બાળકો તથા લોકોથી સાવધાની રાખવા અપીલ કરી છે.

Next Story