/connect-gujarat/media/post_banners/96c7e408877adbf44d72967c789ec1e56fd93e75c827d0b16bcad6b6f67124c8.jpg)
માનવ જિંદગી માટે અતિ મહત્વ ધરાવતા વૃક્ષોને ગુજરાત ભાજપ પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ સહિતની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતની બહેનો દ્વારા વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
વૃક્ષો માનવ જિંદગી માટે કેટલું મહત્વતા ધરાવે છે, તેનો સંદેશ વૃક્ષોને રાખડી બાંધી સુરેન્દ્રનગરની બહેનોએ આપ્યો છે. સાથોસાથ પર્યાવરણ બચાવોના સંદેશ સાથે વૃક્ષોનું જતન કરવા બહેનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી સાથે શહેરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બહેનો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.