/connect-gujarat/media/post_banners/51ba10347cede9d9b1f622ac782fd4c2f36f99358f5984eb9031cbacd93170aa.jpg)
સુરેન્દ્રનગર જીલ્લામાં લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર સિક્સ લેન રોડની કામગીરીના પગલે માર્ગ પર વરસાદી પાણી ભરાય જતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર હાલ સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીના પગલે રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હાઇવે પર રોડની બન્ને સાઈડ અંદાજે 6 કિમી લાંબી વાહનોની કતાર લાગી હતી. તો બીજી તરફ, છેલ્લા 10 કલાક કરતા પણ વધુ સમયથી વાહનોની કતાર લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અનેક નાના મોટા વાહનચાલકો લાંબી કતારોમાં ફસાતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.