Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લીંબડીનો આશ્ચર્યજનક કિસ્સો, 11 વર્ષથી વગર વિહાયે ગાય દિવસનું 6 લીટર દૂધ આપે છે

રામદેવપીરના મંદિરે દાનમાં આવેલી ગાય બચ્ચાને જન્મ આપ્યા વિના સવાર અને સાંજ ત્રણ-ત્રણ લીટરર દૂધ આપે છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામેથી આશ્ચર્ય પમાડે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રામદેવપીરના મંદિરે દાનમાં આવેલી ગાય બચ્ચાને જન્મ આપ્યા વિના સવાર અને સાંજ ત્રણ-ત્રણ લીટરર દૂધ આપે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામમા આવેલા રામદેવપીરના મંદિરે આજથી અગિયાર વર્ષ પહેલાં એક ત્રણ વર્ષની ગાયની વાછરડી દાનમાં આવી હતી. દાનમાં આવેલી આ વાછરડી છેલ્લાં અગિયાર વર્ષથી વગર વિહાણે, બચ્ચાને જન્મ આપ્યા વિના સવાર અને સાંજ ત્રણ-ત્રણ લીટરર દૂધ આપે છે. આ ગાયને દિવસમા ગમે ત્યારે પણ દોહી શકાય છે જે એક ચમત્કાર છે. આ ગાય રામદેવપીરના મંદિરે હાલમાં પણ હયાત છે અને આ ગાયનુ નામ 'જકલ' રાખવામાં આવેલું છે. તેની સારસંભાળ અગિયાર વર્ષથી રામદેવપીરના ભૂવા જેસિંગભાઇ તળશીભાઈ બલોલિયા કરી રહ્યાં છે.

આ ગાયની સેવા ચાકરી સાથે ગાય સવાર સાંજનુ છ લિટર દૂધ આપે છે. આ ગાયનું દુધ વેચવામાં આવતું નથી. તેનાં દૂધથી મંદિરે આવતા ભક્તો માટે ચા પાણી તેમજ જે દૂધ વધે એમાંથી છાશ બનાવવામાં આવે છે. વધેલા દૂધને એકપણ રૂપિયો લીધા વિના ગામમાં વહેંચી દેવામાં આવે છે અને એમાંથી જે ઘી બનાવવામાં આવે છે એ રામદેવપીરના મંદિરે અખંડ જ્યોત તેમજ પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવે છે. છેલ્લાં અગિયાર વર્ષથી વિહાયા વિના આ ગાય દૂધ આપે છે તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.

Next Story