Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીમાં હવે બ્રાઉન ઘીનું ઉત્પાદન, દક્ષિણના રાજયોમાં છે ભારે માંગ

સુરસાગર ડેરીમાં હવે બનશે બ્રાઉન ઘી, સામાન્ય ઘી કરતાં અલગ રીતે બને છે બ્રાઉન ઘી.

X

સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય ઘી કરતાં અલગ બ્રાઉન ઘીની દક્ષિણ ભારતના રાજયોમાં ભારે માંગ છે.

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘી નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ધનજી પટેલ અને કિરીટસિંહ રાણાની હાજરીમાં પેકિંગ સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સુરસાગર ડેરીની વાત કરવામાં આવે તો સુરસાગર ડેરીએ સહકારી પ્રવૃત્તિમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં સારી એવી નામના મેળવેલી છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં દૂધ એકત્રીકરણ કરવામાં તેમજ દૂધના ભાવ જે રાખ્યા હોય તે ચૂકવવામાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે.

સુરસાગર ડેરીએ હવે બ્રાઉન ઘીનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે. બ્રાઉન ઘી સામાન્ય કરતા ઊંચા તાપમાને બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ તથા સુગંધ સામાન્ય ઘી કરતા સારો હોય છે. સુરસાગર ડેરી આણંદની અમુલ ડેરી બાદ બ્રાઉન ઘીનું ઉત્પાદન કરતી બીજી ડેરી બની છે. બ્રાઉન ઘીનો વધુ પડતો વપરાશ પણ દક્ષિણના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરલ, કર્ણાટક અને તેલંગણામાં વધુ થાય છે.

Next Story