/connect-gujarat/media/post_banners/2a4a852d23c091b6941ed07039593a1f1684ac85eff69afc176c8744f25d57cd.webp)
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. આજે ફરી હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પરમ પ્રકાશ સ્વામીની ઉંમર અંદાજે ૮૦ વર્ષની હતી. પરમ પ્રકાશ સ્વામી ૧૯૮૫ મા સ્વામી નારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા.
તેઓ સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરમાં નિરીક્ષક પદ ઉપર સેવા આપી રહ્યા હતા. તેમને નીંદરમાં જ હદય રોગનો હુમલો આવ્યો હતો. પરમ પ્રકાશ સ્વામીનું મુત્યુ થતાં સ્વામી નારાયણના સંતો અને ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. ઠંડીના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નસોમાં જમા થાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધુ સાવધ રહેવાની જરૂર છે.