સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા...

શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

New Update

શ્રાવણ માસના અંતિમ દિવસ અને ભાદરવી અમાસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના ઠાંગા પ્રદેશના નાથ ભગવાના ઠાંગેશ્વરના દર્શન અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને જળાભીષેક કર્યો હતો. ઠાંગા પ્રદેશના નાથ ભગવાન ઠાંગેશ્વરના દર્શન અને ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે, ત્યારે ભાદરવી અમાસે અહીંયા દર વર્ષે મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળામા ઠાંગા પ્રદેશમાં પોતાના પશુધનમાં વર્ષ દરમ્યાન નવા જન્મેલા પાડા-પાડી, વાછરડા-વાછરડીના નેવૈધ સુખડી દાદાને ધરાવવાનું અનેરું મહત્વ રહ્યું છે. કોઈ કોઈ નાના બાળકોના પણ નીવેધ લઈ આવે છે. ઠાંગાનો તળપદી ભાષામાં અર્થ થાય છે મોટો ઢગલો. આ ઠાંગા પ્રદેશની લાંબી પર્વતમાળા એકબીજા પર એવી રીતે ગોઠવાયેલી છે કે, મોટા મોટા ઢગલા કુદરતે કર્યા હોય માટે જ આને ઠાંગો કહે છે. દર વર્ષ અહી ચોટીલા રાજવી દાદબાપુ, નાનબાપુ ખાચર પરીવાર શીવજીને વાજતે ગાજતે ધજા ચડાવે છે.

Latest Stories