સુરેન્દ્રનગર : કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સંઘના આંગણે કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો.

New Update
સુરેન્દ્રનગર : કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સંઘના આંગણે કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો. જેમાં માળા મુહૂર્ત તથા સ્વસ્તિક વિધિ બાદ શોભાયાત્રા, બહુમાન અને વરસીદાન કાર્યક્રમ યોજાયો હતો.

કચ્છ જિલ્લાના માધાપરના નિવાસી સ્વ. કિર્તિકુમાર શાંતિલાલ ખંડોલની દીકરી વૈરાગિની મુમુક્ષુ કાવ્યા ખંડોલ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો. જેમાં માળા મુહૂર્ત તથા સ્વસ્તિક વિધિ બાદ શોભાયાત્રા, બહુમાન અને વરસીદાન કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર ફત્તેસિંહજી જિન પાસે અજરામર પ્રવ્રજ્યા પ્રાંગણ મનદીપ હોલ ખાતે ભવ્ય દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની 8 વર્ષ બાદ સુરેન્દ્રનગરના લીંબડીમાં પાવન પધરામણી અને કુમારીકા બહેનનો સંસાર ત્યાગનો પ્રસંગ પ્રાપ્ત થયો છે. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતના આજ્ઞાનુવર્તી પૂ. સાધુ-સાધ્વીજીના આ વર્ષના ચાતુર્માસની ઉદઘોષણાનો કાર્યક્રમ દીક્ષાના દિવસે દીક્ષા બાદ રાખવામાં આવ્યો હતો. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતનો આ જ દિવસે સંયમ ષષ્ઠીપૂર્તિ દિન છે. તેઓ સંયમ જીવનના 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે આ શુભ અવસરે શ્રી સ્થાનકવાસી 6 કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામી, પૂ. છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, ડો. ચિંતનચંદ્ર સ્વામી, ડો. નિરંજનચંદ્ર સ્વામી, મુનિ આગમચંદ્ર સ્વામી આદિ ઠાણા-13 તથા વિશાળ સંખ્યામાં પૂ. મહાસતીજીઓ પધાર્યા હતા. તેમજ ગોપાલ સંપ્રદાયના પૂ. શાસનપ્રભાવક રામોત્તમજી મ.સા. આદી ઠાણાઓ તથા અન્ય સંપ્રદાયના પૂ. સંત-સતીજીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: રહાડપોર ગામના મિલન નગરમાં બિસ્માર માર્ગ- ઉભરાતી ગટરની સમસ્યા, સ્થાનિકોએ પ્રશ્નના નિરાકરણની કરી માંગ

ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

New Update
  • ભરૂચ શહેરને અડીને આવેલું છે રહાડપોર ગામ

  • મિલન નગર સોસાયટીમાં સમસ્યા

  • બિસ્માર માર્ગના કારણે મુશ્કેલી

  • ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ

ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોરની મિલન નગર સોસાયટીના રહીશો બિસ્માર માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.
Latest Stories