સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું મોત,તંત્રની બેદરકારી સામે આવી

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ

New Update
સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું મોત,તંત્રની બેદરકારી સામે આવી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ મળતી માહિતી અનુસાર, એક વ્યક્તિને લીંબડી ઓનેસ્ટ હોટલ સામે એકાએક ચક્કર આવતાં અથવા તડકાથી ગરમી લાગતા પડી જતા એમને બેભાન હાલતમાં સારવાર અર્થે તાકીદે 108માં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પણ લીંબડી સિવિલ હોસ્પિટલમાં બેફામ પાર્કિંગને કારણે 108 એમ્બ્યુલન્સ વાનને જવાની જગ્યા નહોતી મળી.

ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનના ડ્રાઈવરે 10 મીનીટ સુધી માઈક એલાઉન્સ કરવા છતાં એક પણ કાર માલિક પણ આવ્યા ન હતા.ત્યારે ઈમરજન્સી દર્દીની લીંબડી સિવિલ હોસ્પિટમાં ફરજ પરના હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યા હતા. ત્યારે ક્યાંકને ક્યાંક હોસ્પિટલની બેદરકારી હોય તેવુ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.