/connect-gujarat/media/post_banners/8ac357aa2841afc013607834f49985e883c901e57b6edf16c5630edf10f593c3.jpg)
સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કિન્નર સાનિયાએ દુપટ્ટા વડે બેરેકમાં જ ફાસો લગાવી મોત વહાલુ કરતા જેલ પ્રસાસનમાં દોડધામ મચી જવા પામી હતી
સુરેન્દ્રનગર નવી એસ.પી. સ્કુલ નજીક રહેતા કિન્નર સાનિયા ઉર્ફે રાણીને સુરેન્દ્રનગર શહેરના ધીરૂભાઇ નામના યુવક સાથે અંદાજે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતા અને ત્યાર બાદ બન્ને વચ્ચે આવા સંબંધો બંધ થયા હતા પરંતુ ધીરૂભાઇ કિન્નર સાનિયાને ફરી આવા અનૈતિક સંબંધો રાખવા વારંવાર દબાણ કરતો હતો જેથી સાનિયાએ ધીરૂને મુળચંદ નજીક કેનાલ પર બોલાવી અને ધીરૂ પર પેટ્રોલ છાટી જીવતો સળગાવવાની કોષીસ કરતા પોલીસે આ ગુન્હામાં કિન્નર સાનિયાને કલમ 307 મુજબના ગુન્હામાં દ્રારકાથી ઝડપી પાડી હતી અને જીવતા સળગેલ યુવક ધીરૂએ તેને સળગાવવામાં ત્રણ લોકો હતા તેવી કેફિયત આપેલ પરંતુ પોલીસે આ ગુન્હામાં કિન્નર સાનિયાને ઝડપી બે દિવસના રીમાન્ડ માગી અને તપાસ પુરી થતા કોર્ટના હુકમ મુજબ સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કર્યો હતો ત્યારે 27 તારીખની વહેલી સવારે બેરેકમાં કિન્નર સાનિયાએ દુપટ્ટો બાંધી આપધાત કરતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગરની સબ જેલમાં કિન્નર સાનિયાએ આપધાત કરતા પરીવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે અને ન્યાયિક તપાસની માગ કરી છે પરંતુ હવે પોલીસ શુ તપાસ કરે છે અને કયા નવા રાઝ ખોલે છે તે જોવુ રહ્યુ.