/connect-gujarat/media/post_banners/2dde5ecc00ab5746575e44c9cdd7bae59bd950d0e99f8fa5bf032ea481c4d9aa.jpg)
સુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શુ દશા થતી હશે. કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીની સીઝનમાં ગરમીનો પારો અંદાજીત 40થી 45 ડિગ્રીની આસપાસ હોય છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, ઝરખ, ડેઝર્ટ ફોકસ, તેમજ વન્ય પ્રાણી, પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવાડામાં ટેન્કર તેમજ ટ્રેક્ટર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલ છે. આ અભયારણ્યમાં અંદાજીત 100 જેટલા પાણી માટેના અવાડામાં પાણી ભરવામાં આવે છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર તેમજ ટ્રેક્ટર મારફતે અવાડામાં પાણી ભરવામાં આવે છે.