New Update
સુરેન્દ્રનગરમાં યોજાય છે તરણેતરનો મેળો
તરણેતરનો મેળો છે જગ વિખ્યાત
મેળામાં સૌ પ્રથમ વખત આયોજ
સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે
લોકોને ભાગ લેવા કરાયો અનુરોધ
સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ તાલુકાના જગ વિખ્યાત તરણેતરના મેળામાં સૌપ્રથમ વખત ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ “ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા”ઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ , વાંસળી, સીંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તરણેતરના મેળામાં કરવામાં આવનાર છે.
Latest Stories