Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરાય

સમગ્ર વિશ્વમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

X

સમગ્ર વિશ્વમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વમાં ગત તારીખ 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરના રંભાબેન ટાઉનહોલ ખાતે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સૂચના મુજબ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હેતલ જાનીની આગેવાનીમાં મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લાની ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, દસાડા અને ચોટીલા વિધાનસભામાંથી અલગ અલગ ક્ષેત્રો જેમ કે, સામાજીક, તબીબી, વકીલ, એન્જિનિયરિંગ, મહિલા ઉત્થાન સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અંદાજે 30 જેટલી મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચા મહામંત્રી વીણા પ્રજાપતિ, જીલ્લા મહિલા મોરચા પ્રભારી રક્ષા પરમાર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષા દોશી, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story