લકુલીશ યોગાલય લાઇફ મિશનના પ્રણેતા અને યોગગુરૂ રાજશ્રી મુનિ 91 વર્ષની વયે હાર્ટ એટેક આવતા બ્રહ્મલીન થયા હતા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી.
લકુલીશ યોગાલય લાઇફ મિશનના પ્રણેતા અને યોગગુરૂ રાજર્ષિ મુનીનું દેહાંત થતાં સમગ્ર દેશ અને દુનિયામાં રહેલા તેમના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાય હતી. વડોદરા ખાનગી હોસ્પિટલમાં હ્રદયરોગના હુમલાના કારણે રાજર્ષિ મુનીનું દેહાંત થયાં બાદ તેમના પાર્થિવ દેહને લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે લાવવામાં આવ્યો હતો. રાજર્ષિ મુની દ્વારા જાખણ ગામ ખાતે અંદાજે 100 એકર જમીનમાં રાજરાજેશ્વર ધામ વસાવ્યું હતુ.
જેમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ એમ ત્રિદેવ મંદિરની સ્થાપના કરી હતી. રાજર્ષિ મુનીના અંતિમ દર્શન માટે જાખણ ખાતે વહેલી સવારથી અનુયાયીઓની ભીડ ઉમટી પડી હતી. સમગ્ર રાજ્યભરમાંથી અનુયાયીઓ અંતિમ દર્શનાર્થે આવ્યા હતાં. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, લીંબડી, રાજકોટ અને મોરબી સહીતના રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યાી હતા.
રાજર્ષિ મુનીના પરિવારના વ્યક્તિ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના હસ્તે અંતિમવિધિ કરી અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે ઉપસ્થિત હજારો અનુયાયીઓએ અશ્રુભિની આંખે પુજ્ય ગુરૂજીને અંતિમ વિદાય આપી હતી.