સુરેન્દ્રનગરના ચુડા સહિત આજુબાજુના વિસ્તારમાં મરચાનું મબલક પાક થતા અને વધુ ઉત્પાદન થતા હાલ મરચાનો ભાવ પ્રતિ 20 કિલોએ 3000 હજાર જેટલો બોલાતા ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયા છે.
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારિત જીલ્લો છે અને જીલ્લામાં નર્મદાનું પાણી આવ્યા બાદ ખેડુતો સમૃધ્ધ બન્યા છે, ખાસ કરીને જીલ્લામાં ચુડા તાલુકાના આસપાસના ચુડા, ચોકડી, કુંડલા, ચાંચકા, ભેસજાળ, વસ્તડી, ગામોમાં હજારો એકર જમીનમાં દેશી મરચા, રેપમપટ્ટો, ધોલર, પટ્ઠી, મરચડી જેવા સાત પ્રકારના અલગ અલગ મરચાનું વાવેતર કરવામાં આવે છે.આ ચુડા તાલુકાના ધોલર અને દેશી મરચાનું ગૃહીણીઓ બારેમાસ માટે ખરીદ કરી ભરી લેતી હોઇ છે.ગુજરાત સહિત ભારતભરમાં ચુડાના મરચાની ઘણી જ માંગ છે.
હાલ ચુડા આજુબાજુમાં પાકતા લાલ મરચાનો પાક ચાલુ વર્ષે મબલક ઉતરતા ખેડુતો ખુશખુશાલ છે તેમજ શરૂઆતની સીઝનમાં ચુડાના મરચાનો ભાવ પ્રતિ 20 કિલોએ ત્રણ હજાર જેટલો ઊંચો બોલતા ચુડા તાલુકાના ખેડુતો ખુશ દેખાઈ રહ્યા છે.