તિથલ દરિયા કિનારે શંકાસ્પદ ટેન્કર તણાઈ આવ્યું
શંકાસ્પદ ટેન્કર તણાઈ આવતા સ્થાનિકોમાં કુતૂહલ
ઘટનાને પગલે તપાસ એજન્સીઓ સતર્ક
કાર્ગો શીપમાંથી ટેન્કર છૂટું પડ્યું હોવાનું અનુમાન
ટેન્કરમાં પ્રવાહી ભર્યું હોવાની આશંકા
વલસાડના તિથલ સમુદ્ર કિનારે એક બિનવારસી ટેન્કર તણાઈ આવતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.અને પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના નવસારી દાંડી દરિયા કિનારે બિનવારસી ટેન્કર તણાઈ આવ્યા બાદ વલસાડના તિથલ સમુદ્ર કિનારે પણ એક ટેન્કર તણાઈ આવ્યું હતું.આ ટેન્કર સ્થાનિક લોકોની નજરે ચડતા તેઓએ પોલીસને જાણ કરી હતી, અને આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ,બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતની તપાસ એજન્સીઓ દોડી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટેન્કરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર્ગો શીપમાંથી ટેન્કર છૂટું પડીને તણાઈ આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.