Connect Gujarat
ગુજરાત

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ: આરોપી અજય દેસાઇ સામે વધુ એક પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો

વડોદરામાં સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ: આરોપી અજય દેસાઇ સામે વધુ એક પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો
X

વડોદરામાં સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.આરોપી સામે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે PI અજય દેસાઇ સામે આવક અને મિલકતો સામે તપાસ કરવાની ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે કરજણના ચકચારી સ્વીટી પટેલ કેસના આરોપી પીઆઇ અજય દેસાઇના કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજા સાથેના પણ સંબંહો હોવાનું સામે આવ્યું છે. જેથી અજય દેસાઈ સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબી સમક્ષ માગ કરી છે. સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે ફરિયાદમાં જણાવાયું છે કે પીઆઇ અજય દેસાઇની કંપાસ કાર ગિફ્ટમાં અપાઇ હતી એ મુદ્દે તથા તેમની બહેન અને અજયની પત્ની પૂજાનું ઉપરાંત અજયના અમદાવાદના મકાનની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

જયદીપ પટેલે ACBના વડાને લેખિતમાં ફરિયાદ કરી કિરીટસિંહ જાડેજા સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી છે. અજય દેસાઈએ ગત વર્ષે સ્વીટી પટેલને કાર ગીફ્ટમાં આપી હતી તે અજય દેસાઈ મોંઘીદાટ કાર ક્યાંથી લાવ્યાં તે અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.મહત્વનું છે કે પીઆઇ અજય દેસાઇએ ગત 5 જૂને લગ્ન સંબંધિત તકરારમાં પત્ની સ્વીટી પટેલનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને પુરાવાઓ કર્યા હતા પરતું પીઆઈએ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું તેના મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદગારીથી લાશને દહેજ નજીક અટાલી ગામની અવાવરૂ હોટલ પાછળ સળગાવી હતી. સમગ્ર મામલે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Next Story