Connect Gujarat
ગુજરાત

સ્વીટી પટેલ હત્યા કેસ: પી.આઈ.પતિએ પત્નીની હત્યા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ

કોર્ટે 2 આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, પી.આઈ.ના મિત્રની પણ ધરપકડ.

X

કોઈ ફિલ્મી કહાની ને ટક્કર મારે તેવી સ્વીટી પટેલ હત્યા મામલે આરોપી પતિ અને વડોદરા એસઓજી પીઆઇ અજય દેસાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કરજણ કોર્ટે 11 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહયા છે.

રાજયમાં ચકચાર જગાવનાર સસ્પેન્સ થ્રિલર જેવા સ્વીટી પટેલ હત્યા કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 દિવસમાં સામે રાખી દીધી હતી. આ હત્યા મામલે અજયય દેસાઈના મિત્ર અને કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી પી.આઇ॰ અજય દેસાઈએ સ્વીટી પટેલની હત્યા માટે પહેલેથી માસ્ટર પ્લાન બનાવ્યો હોઈ તેવી આશંકા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને છે.

સ્વીટીની હત્યા કર્યા બાદ મિત્ર કિરીટસિંહ જાડેજાને અમદાવાદમાં રહેતી તેમની બહેનને સમાજના પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી 3-4 મહિનાનો ગર્ભ રહી ગયો છે જેથી પરિવારના લોકો બહેનનો નિકાલ કરવા માગતા હોવાથી ભવિષ્યમાં જરૂર પડે તો મદદ કરવા જણાવ્યું હતું તો અવાવરું જગાએ લાશ સળગાવી ડીઝલ ઉપરાંત એવરેજ વધારવા વપરાતું ડબ્લ્યુ ફ્યુઅલ વાપર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં અન્ય કોઈ કેમિકલ વાપર્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચને શંકા છે ક્રાઇમ બ્રાન્ચ આ થિયરી પર તપાસ કરી રહી છે. પી.આઇ. અજય દેસાઈની માનેલી પત્ની સ્વીટી સગર્ભા છે તે વાત છુપાવી હતી જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી તો બીજીબાજુ અજય દેસાઈની પ્રથમ પત્ની પણ વડોદરા રહેવા આવી ગઈ હોવાથી અજય દેસાઈની અકળામણ વધી હતી તે બન્ને પત્નીઓ વચ્ચે સમય કાઢી શકતો ના હતો.

સ્વીટી પટેલ અજય દેસાઈ પર કાયદેસરની પત્નીને છૂટાછેડા આપવા સતત દબાણ કરતી હોવાની વાત પણ સામે આવી છે પણ ભરણપોષણ માટે 25 લાખ આપવા પડે તેમ હોય આરોપી અજય દેસાઈ આનાકાની કરી રહયા હતા તો સ્વીટી પોતાને પત્નીનો દરજ્જો આપવા પણ અજય દેસાઈ સામે માંગણી કરતા હતા આમ સતત તકરાર અને દબાણના કારણે સ્વીટી પટેલને કાયમ માટે હટાવવા નો પ્લાન ઘડી કાઢ્યો.

Next Story