વડોદરા સરદાર ભુવનના ખાચામાં દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા દબાણકર્તાઓમ ફફડાટ ફેલાયો
વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા દ્વારા શહેરમાં શોપીંગ મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો, સ્કૂલો, ટ્યૂશન ક્લાસ, જેવા એકમો ફાયર એનઓસી, પાર્કિંગ, ગેટ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સીલ મારવાની, વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરદાર ભુવનના ખાચામાં આવેલ180 જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે.
ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને આ જગ્યાએ ઉદભવતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઇ આજે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. તો વેપારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.મહત્વની બાબત એ છે કે, ગત રોજ વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે બેઠક યોજાઇ હતી. જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. તે સાથે સરદાર ભુવનનો ખાચો વન વે કરવા રજૂઆત કરી હતી. બાદમાં ગેરકાયદેસર દબાણો તોડવા અને જરૂરી એસોપીનું પાલન કરવાની શરતી મંજૂરી દ્વારા દુકાનો ખોલવામાં આવશે, પરંતુ અહીંયા સીલ કરેલ કોમ્પ્લેક્સ નહીં ખુલે. હાલમાં કોમ્પ્લેક્સ સિવાય120 જેટલી દુકાનો છે તે સીલ છે અને નિયમોનું પાલન થશે. તેમજ દબાણો દૂર કર્યા બાદ પરમિશન અપાશે.