Connect Gujarat
ગુજરાત

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયું જાહેર
X

રાજ્યના હજારો યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 1181 જુનિયર ક્લાર્કનું ફાઇનલ લિસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પરીક્ષાના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના હજારો ઉમેદવારોએ રિઝર્લ્ટ આવી જતા ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી.

નોધનિય છે કે, તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યું હતું.

Next Story